उद्वरेदात्मनात्मानं नात्मानमवसादयेत्।
आत्मैव ह्यात्मनो बन्धुरात्मैव रिपुरात्मन :
આ એક ગુરુ શિષ્ય વચ્ચેનો તે સમયનો સંવાદ છે કે જ્યારે શિષ્ય ને પોતાના મિત્રો હેરાન કરી રહ્યા હતા અને તે સમયે તેના ગુરુજીએ તને શ્રીમદ ભાગવત ગીતા નો બોધપાઠ આપીને કેવી સુંદર રીતે સમજાવ્યો, તો આવો આ સંવાદ તમને પણ જણાવું.
શિષ્ય : ગુરુજી, મારે તમને એક વાત કરવી છે, બધાં મારા મિત્રો વાત – વાતમાં મારી હાંસી ઉડાવે છે, મારા વિશે ગમેતેમ બોલે છે ને મારી મશ્કરી કરે છે અને મને રમાડતાં પણ નથી.
ગુરુજી : શું થયું બેટા ? અહીંયા આવ, મારી પાસે આવ અને મને કહે કે તે લોકો તને શું કહે છે ? તારે શું કરવું છે ? અને તારા શું પ્રશ્નો છે ?
શિષ્ય : ગુરુદેવ, મારા મિત્રો મારી નાની – નાની વાતમાં હાંસી ઉડાવે છે હું કંઈ બોલું કે કાંઈ કરું તો તેની મજાક ઉડાવે છે જેથી મને ખૂબ જ ખરાબ લાગે છે પરંતુ તેઓ મારા મિત્ર છે તેથી હું તમને કંઈ કહી પણ નથી શકતો.
ગુરુજી : ઠીક છે બેટા, મારી વાત સાંભળ મારુ એક કામ કરીશ ?
શિષ્ય : હા, ગુરુજી કહોને.
ગુરુજી : જો ત્યાં છે ને એક જ છોડવાનું પડ્યું છે તે લઈ આવ અને સાથે સાથે એક પાણી ભરેલો ગ્લાસ પાણી લઈ આવ.
શિષ્ય : હા ગુરુજી હમણાં જ લઈ આવ્યો.
(શિષ્ય છોડનું કુંડુ લઇને આવે છે.)
ગુરુજી : ઠીક છે, હવે સૌપ્રથમ આ પાણી ભરેલા ગ્લાસમાં આ થોડાક કાગળના ટુકડા, થોડીક માટી અને થોડો આ કચરો નાખ.
શિષ્ય : (આશ્ચર્ય ચકિત થઈને) હા, ગુરુજી ઠીક છે. પરંતુ તમે આ શું કરાવી રહ્યા છો?
ગુરુજી : હા બેટા! ધીરજ રાખ હું કહું છું.
શિષ્ય : ઠીક છે ગુરુજી.
ગુરુજી : હવે આ પાણીને આ છોડના કુંડામાં નાખી દે અને પછી મને જણાવો કે આ પાણી નાખ્યા પછી શું થયું.
શિષ્ય : ઠીક છે, ગુરુજી. (પાણી નાખી દીધા બાદ) ગુરુજી માટી એ બધું પાણી શોષી લીધું છે અને જે કચરો છે તે ઉપર જ રહી ગયો છે.
ગુરુજી : સારું, હવે આ કચરો બહાર કાઢી લે અને ફેંકી દે.
શિષ્ય : ઠીક છે ગુરૂજી.
ગુરુજી : જો બેટા , જેવી રીતે માટીએ તેમાંથી સારી વસ્તુ જે હતી એટલે કે પાણી જે સારું હતું જે કામનું હતું તે લઈ લીધું અને જે કચરો હતો તે બધો ઉપર ફેંકી દીધો. તેવી જ રીતે આપણા જીવનમાં પણ જ્યારે આપણને કોઈ આપણી ટીકા કરે છે, મશ્કરી કરે છે વગર કારણે આપણને અપશબ્દો બોલે છે તેવા સમયે આપણે પણ તેમાંથી સારી વસ્તુ શીખીને ખરાબ વસ્તુ જે છે કે ખરાબ વાત છે તે આપણે મગજ માંથી બહાર કાઢી દેવી જોઈએ અને તે વિશે વિચારવું પણ ન જોઈએ. બેટા, શ્રીમદ્ ભગવદ્ ગીતાના આત્મસંયમયોગના છઠ્ઠા અધ્યાયના પાંચમાં શ્લોક માં પણ કહ્યું છે કે,
મનુષ્યએ પોતાના મન દ્વારા પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ અધઃપતન તરફ આત્માને લઈ જવો નહીં આ રીતે મનુષ્ય પોતે જ પોતાનું મિત્ર અને પોતે જ પોતાનો શત્રુ બની શકે છે.